Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

1.0  

Mukesh Dave

Others

ઘર ભણી જઈએ

ઘર ભણી જઈએ

1 min
13.3K


ચાલો મૂકીએ આ જંજાળ, ઘર ભણી જઈએ.
કોઈ તો રાખે છે સંભાળ,ઘર ભણી જઈએ.
 
પ્રતીક્ષામાં ઊભું બારણું; સ્મિત વેરી આંગણે;
કેવા રાખીને ખૂલ્લા વાળ, ઘર ભણી જઈએ.
 
કિલ્લોલને ઉચકવા બે ખભા ખૂબ આતુર છે,
તો પહોંચી જાઓ તત્કાળ, ઘર ભણી જઈએ.
 
પૃથ્વીનો છેડો ઘર ને સૌથી મોટું છે તીરથ,
તો લો શાના છીએ કંગાળ, ઘર ભણી જઈએ.
 
હોય સૂકો રોટલો; પણ પ્રેમ મસળીને કર્યો,
ભૈ એને જ ગણો રસથાળ, ઘર ભણી જઈએ


Rate this content
Log in