Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હર પળેપળ કેમ કચવાતું રહે
હર પળેપળ કેમ કચવાતું રહે
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.3K    6


Content Ranking

હર પળેપળ કેમ કચવાતું રહે આ હું પણું,
સાવ નોખી રીતે ભજવાતું રહે આ હું પણું.

શું હશે ને શું નથી ને શું થયું ને શું થશે,
પ્રશ્ન પૂછી પૂછી રઘવાતું રહે આ હું પણું.

સર્વની વાતો હશે, સંકેલશે એ જાતને,
લોકે ટોળે કેમ પજવાતું રહે આ હું પણું.

હોય એની વાત તો મનમાં પછી હરખાય ને,
જાતનાં દર્પણ મહીં ગાતું રહે આ આ હું પણું.

ભીડ હો કે ચીડ હો કે પીડ હો જીવન મહીં,
એક ‘પ્રજ્ઞા’ હોય તો, જાતું રહે આ આ હું પણું.

પ્રશ્ન દર્પણ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..