Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Children Others

0  

Zaverchand Meghani

Children Others

બાલૂડી બ્હેન

બાલૂડી બ્હેન

1 min
494


મારી બાલૂડી બ્હેન ! મારી ભોળૂડી બ્હેન !

તારી આંખો ઝીણી ને આભ જોતી રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી વ્હાલૂડી બ્હેન !

તારૂં મોઢું નાનું ને હાસ્ય મોટાં રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી કાલૂડી બ્હેન !

તારી ઝીણેરી જીભ, બોલ ઘેરા રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી ઘેલૂડી બ્હેન !

તારી આછી પાંપણા ને નીંદ ઘાટી રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી કોડીલી બ્હેન !

તારૂં માથું ટુંકુ ને વાળા લાંબા રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી લાડીલી બ્હેન !

તારી નાની કાયા ને જોર જબરાં રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી માધૂરી બ્હેન !

તારી ઉંમરા છોટીને વાતા મોટી રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન ! મારી ભોળૂડી બ્હેન !

તારાં જીવતરા થોડાંને હેત ઝાઝાં રે બ્હેન 


Rate this content
Log in

Similar gujarati poem from Children