વરસાદમાં...
વરસાદમાં...
1 min
14.5K
આંગણું કોરું રહ્યું વરસાદમાં
જાણે હો દીવાલ આડે આભમાં.
આમ પણ ક્યાં દુર મારાથી હતો?
જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં.
દુર કોઈ એક પરદો સળવળે
કેટલી વાતો ખુલી છે વાતમાં?
સાંજ ઢળતાં એ વળે માળા ભણી
જોમ છલકાતું રહે છે પાંખમાં.
ધ્રુવ તારક છું તમારા પ્રેમનો
આ "દિલીપ" ચમકી જશે આકાશમાં.