Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayan Nimbark

Inspirational Tragedy

3  

Nayan Nimbark

Inspirational Tragedy

શબ્દો સાંભળી ગયા!!

શબ્દો સાંભળી ગયા!!

1 min
14.8K


કલમથી જે ઘડી જુદા થઇને શબ્દો કાગળ પર ઢળી ગયા;

લાગણીથી તરબોળ થઇને, એ કાગળ ખુદ પલળી ગયા!!

રમી રહ્યા હતા જે સપનાઓ બંધ આંખોમાં સંતાકૂકળી;

આંખોમાં સળવળાટ ભાળી, ન જાણે ક્યાંય ઓગળી ગયા!

મેં જેટલું માન્યું એટલું મારા પૂરતુંય એ સત્ય તો હતું જ;

નજરો એની પડતાં, મારાં જ સત્યો મને સાવ છળી ગયા!!

હંમેશા છેતરાયો છું લાગણીનો વેપલો કરવામાં હું પોતે;

લ્યો! આખરે મને પણ લાગણી છુપાવાનાં કસબો આવ(ડી)ળી ગયા!!

અંતરનાં ઉંડાણમાંથી ગૂંજતી હતી એ શબ્દમાળાઓ;

નિઃસાસાની સાથે મળીને, દાવાનળ બનેલા શબ્દો બળી ગયા!!

સાવ આંખોની કિનારી સુધી આવીને ડોકાઇ જાય આ દુનિયામાં;

એ ક્ષણ પહેલાં જ ન જાણે કેમ આંસુઓ પણ પાછા વળી ગયા!!

છું આ નિતાંત સત્યનાં અથાગ સમુદ્રમાં ઉભો એકલો અટૂલો;

ને ત્યાં મારા મૌનને મારા ખોવાયેલાં શબ્દો સાંભળી ગયા!!


Rate this content
Log in