દરજ્જો
દરજ્જો
1 min
13.4K
તમારી વાતમાં અપવાદ રાખીશું,
તમારાં મૌનને પણ દાદ આપીશું.
તરસ સાથે હવે નિસ્બત નથી ઝાઝી,
છતાં કહેશો તમે વરસાદ ચાખીશું.
તમે ખોટું ખરું બસ કૈંક તો બોલો,
અમે જોજો બધા સંવાદ હારીશું.
તમે પાસે નથી તો દૂર પણ ક્યાં છો?
અમે આને તમારી યાદ માનીશું.
દરજ્જો દોસ્તીને આપવો છે દોસ્ત,
અમે સંગાથમાં વિખવાદ ટાળીશું.
અમે સંવાદનો સરવાળો માંગી ને,
બધી વિવાદની પળ બાદ માંગીશું.