Jashubhai Patel

Others


2  

Jashubhai Patel

Others


ભાવ ખાય સ?

ભાવ ખાય સ?

1 min 1.2K 1 min 1.2K

અલી છોડી, ચ્યમ આટલી બધી મૈડાય સ?
હું સ એવું તારામાં કે આટલી કતરાય સ?

મેળામાં ચેટલીય છોડીયું હારી હારી સ
ચ્યાં કોઈ આટલો બધો ભાવ ખાય સ?

આંખ્યુંના આવા ઊલાળા ના કર તું,
અમન ભર ઊનાળ ટાઢ વાય સ.

થોડા, આભલાં હું જડ્યાં પોલકામાં તેં,
આમ ઊલળી ઊલળી ન હરખાય સ.

હજી તો કાંય બોલ્યા ય નઈ અમે તોય,
હું કાંમ પસ આટલી બધી શરમાય સ.

કઈ દન તો કે દલડાની વાત તારી,
બોલ્યાના ચ્યાં પૈસા કાંય થાય સ.

જોઈ લે પસ આ બંદાનો ઝપાટો,
'જશ ચેવાં પરેમનાં ગીતડાં ગાય સ!

 

 


Rate this content
Originality
Flow
Language
Cover Design