Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

જિંદગીની આરજૂ

જિંદગીની આરજૂ

1 min
7.2K


ધારણાઓ ચાહતોને આસ ભીની રાખતી,
એજ રીતે મન વરેલી લાગણીઓ ફાલતી.

દૂર થઈને પાસ માને માન મોભો જાળવી,
એજ રાહે ભાવભીની ચાહતો પણ ચાલતી.

ખ્વાબ ભીની ભાવનામાં સ્નેહ પાંગરતો સદા,
વાત આંખો ખોલનારી ભાવનાઓ વારતી.

કેટલા પાસે રહીને સંગ પામી ના શકે,
જિંદગીની આરજૂને બદનસીબી મારતી.

ભાવ ભીને ભેટનારીતે નજરના કામણો,
કોણ જાણે કેમ આવી મન હ્રદયને ઠારતી.

હેત ભીના થઈ ભરાણા મન મહીં માસૂમ છતાં,
પીડ દેનારા જખમને રાહતો ક્યાં લાધતી.


Rate this content
Log in