પડ્યું છે
પડ્યું છે
1 min
6.5K
જાતની સાથે જરા વાંકું પડ્યું છે,
એક સપનું જ્યારથી પાછું પડ્યું છે.
હું પડ્યો છું એક ખૂણે એ જ રીતે,
જેમ આ ગઈ કાલનું છાપું પડ્યું છે!
એકલો તું થઈ જવાનો સાવ, જોજે!
તેં જતી વેળા કહ્યું, સાચું પડ્યું છે.
એ રફૂ કરવાથી સંધાશે ખરું ને?
આપણાં સંબંધમાં ફાંકું પડ્યું છે!
કેટલી વરસ્યા કરે છે એકધારી!
આંખમાં આખું ય ચોમાસું પડ્યું છે?
લાશ દિકરાની ખભે ઊંચકી જ્યાં એણે,
આજ માથે આભ ત્યાં આખું પડ્યું છે!