Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

કરે છે,

કરે છે,

1 min
14K


મને    કોઇ   પહેલાં   ઉકાળ્યા કરે છે,
બીબામાં   પછી   રોજ  ઢાળ્યા કરે છે.

મને   સાલતી   ખોટ  જેની   નિરંતર,
એ  મારા   સ્મરણને ય  ટાળ્યા કરે છે.

સતત  મારી  સામે  જ  એકીટશે  એ,
સૂના   ઘરની  બારી  નિહાળ્યા કરે છે.

હવે  ચાંદનીમાં  વિહરવું  નથી  બસ,
હવે  ચાંદની  રાત  બાળ્યા કરે છે.

સમાતા હશે પૂર ક્યાં એ બધા જઇ ?
દિવસ-રાત  આંખો  જે ખાળ્યા કરે છે.

નથી ચાલતો  ક્યાંય  સિક્કો છું એવો,
સમય  એટલે  બસ   ઉછાળ્યા કરે છે.


Rate this content
Log in