Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Action

2  

Kinjal Pandya

Action

દેશ

દેશ

1 min
482


થઈ રહી છે દેશમાં ક્રાંતિ,

હવે તો,

રણશિંગા સંભળાય....


એક ચારણ ઢોલ વગાડી,

હવે તો,

પાનો ચઢાવતો દેખાય....


રણ મેદાને

હવે તો,

ઢીંગાણા સંભળાય...


શિવાજીના ચેતકના

હવે તો,

ચોખ્ખા ડાબલા સંભળાય..


મહારાણો પ્રતાપે હવે તો

ગઢથી ગરજતો સંભળાય ...


થઈ રહી છે દેશમાં ક્રાંતિ,

હવે તો,

રણશિંગા સંભળાય...


મા ભોમ પર પ્રાણ ન્યોછાવર કરવા તત્પર એવા

હવે તો,

હર હર મહાદેવ બોલતા સંભળાય...


પાર્થના રથેથી

હવે તો,

પંચજન્ય સંભળાય...


ગીતા ગાન સંભળાવી જનારદન

હવે તો,

ચક્રધારી બનતાં દેખાય...


માથે કફન બાંધીને જવાનો

હવે તો,

કેસરિયા કરતા દેખાય...


થઈ રહી છે દેશમાં ક્રાંતિ,

હવે તો,

રણશિંગા સંભળાય...


(આવો) ત્યારે સૌ ભારતીયો

હવે તો,

વિશ્વને એકરૂપ દેખાય...


એકબીજાની પડખે ઊભા

યુદ્ધ સાથે

પ્રાર્થના કરતાં દેખાય...


થઈ રહી છે દેશમાં ક્રાંતિ,

હવે તો,

રણશિંગા સંભળાય...



Rate this content
Log in

Similar gujarati poem from Action