Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

કાંઠે રમનારાં

કાંઠે રમનારાં

1 min
252


દરિયાના તીર રળીઆમણા રે

રૂડાં રમે નાનાં બાળ;

નાતાં ગાતાં ને કાંઇ નાચતાં,

હાં રે હૈયે નથી કોની ફાળ - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

ઉંચે અનંત આભ થંભીયાં રે

વિના થોભ ને થડકાર;

નીચે નીચે રે નીલાં પાણીડાં

હાં રે સદા ફીણાળાં શ્રીકાર - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

વેળુ દાબીને કરે ઘોલકી રે

રૂડાં તરાવે છે વ્હાણ;

પાળ્યેથી વીણી વન પાંદડાં,

હાં રે ગુંથે હોડલાં સુજાણ - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

રમતાં તે બાલુડાંએ દીઠડાં રે

એવાં અચરજ બે ચાર;

ક્યાં રે હાલ્યા આ મોટા કાફલા,

હાં રે કોણે ડોળીઆં પતાળ - કાંઠે રમે રે રૂડાં બાલુડાં.

મરજીવા મોતીડાંના લોભીયા રે

ડોળે પાણીનાં પતાળ;

વાણીડા લક્ષ્મી તણા લાલચુ,

હાં રે હાલ્યા ખેડવાવેપાર - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

બાલુડાં ન જાણે જળ ડોળતાં રે,

નથી જાણતાં વેપાર

કાંઠે બેસીને વીણે કોડીઓ

હાં રે વીણે શંખલા બે ચાર - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

દરિયો ભેંકાર ભુરો ગાજતો રે,

હસે સાગરે જુવાળ;

હાલાં ગાતી રે જાણે માવડી,

હાં રે નાનાં બાલુડાંને કાન - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

ઓચીંતા આભ ચડ્યા વાયરા રે,

ગડ્યાં કાળનાં નિશાન;

ડૂબ્યા મરજીવા મોતી વીણતા,

હાં રે ડૂબ્યા વાણીડાનાં વ્હાણ - કાંઠે રમે રે રૂડાં બાલુડાં

મોતી માયાના મોટા લોભીયા રે,

મહીં પડી ખુવે પ્રાણ;

નાનાં નિરલોભી ઉભાં કાંઠડે

હાં રે કરે ગાન ગુલતાન - કાંઠે રમે રે રૂડાં બાલુડાં


Rate this content
Log in

Similar gujarati poem from Classics