Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankit Gorasiya

Others

2  

Ankit Gorasiya

Others

ચાલ પલળતા જઈએ

ચાલ પલળતા જઈએ

1 min
6.9K


વરસાદ તો માત્ર બહાનું છે..

તારી આંખોની આસપાસ ઘેરાયેલા કાજળના ઘેરાં વાદળો
અને તારા સ્મિતમાં રહેલી વીજળીની સાથે આવતી
તારા રૂપની વાછટમાં હું રોજ ભીંજાવ છું
અને બધા સમજે છે કે
હું ક્યારેક જ વરસાદમાં પલળવા જાવ છું

ચાલ આજે બુંદ બુંદની જેમ મળતા જઈએ
ના ના કરતા કરતા પણ પલળતા જઈએ
અનેક તોફાન સર્જાશે નેણથી નેણ મળતા
ચાલ આ તોફાનમા આજે ઊછળતાં જઈએ

આપણે તો ઈશારાઓ થકી વાત કરી લેશું
વીજળીઓનો સંવાદ પણ સાંભળતા જઈએ
જામશે આ મેઘ તો મુલાકાત પણ જામશે
ચાલ આજે એકબીજામાં ઓગળતા જઈએ

વરસાદના ટીપાં બંધાય જશે નીચે પડતાં
આપણે જગના બંધનમાંથી નીકળતા જઈએ
ઈચ્છા પણ હતી, હવે બહાનું પણ છે 'અંકિત'
ચાલ મળ્યા જ છીએ તો પલળતા જઈએ


Rate this content
Log in