Nayan Nimbark

Romance


2  

Nayan Nimbark

Romance


એનો સ્વભાવ હશે!!

એનો સ્વભાવ હશે!!

1 min 6.9K 1 min 6.9K

સપનમાં એના આવવાની નિશાની એ કે હ્યદયમાં ઘાવ હશે;

ઘાયલ હ્યદય જોઈને થાય કે આ તો એનો સ્વભાવ હશે!!

હજુ તાજી હશે એ યાદો સમંદરની ભીની રેતમાં ચાલ્યાની;

જો આંખોના ખૂણે ચમકતો હજુ કોઈ ભીનો ભીનો ભાવ હશે!!

અરે!! આ કોણ ડાઘ છોડી ગયું છે ગુલાબની પંખુડીઓ પર;

કે એની જેમ છેતરવાનો આ કોઈ પ્રયાસ હશે!!

છે હ્યદય ધબકતું એટલે કદાચ જીવતો તો છું જ હજુ;

શરીરના હોવા પૂરતું જ, ફક્ત લાગણીઓનો અભાવ હશે!!

મિંચાય છે આંખ, ને તો પણ તું ને તું જ દેખાય છે;

તારાને મારા વચ્ચે આવો પ્રેમનો જ પ્રભાવ હશે!!


Rate this content
Originality
Flow
Language
Cover Design