Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Abstract

3  

Karan Mistry

Abstract

નથી જાણતો

નથી જાણતો

1 min
435

સાચું શું અને ખોટું શું એ હું નથી જાણતો,

ભેદ એમનો કરવો કેમ એ હું નથી જાણતો,

વણથંભ્યો જીવ્યા કરું છું હું આ જિંદગીને,

આ જિંદગીનું લક્ષ્ય શું એ હું નથી જાણતો,

કોઈ માંગે મારી પાસે તો પ્રેમથી આપી દઉં છું,

બદલામાં મારે શું માંગવું એ હું નથી જાણતો,

ગળે મળી લઉં છું જ્યારે કોઇપણ ભેળું થાય,

પારકું કોણ પોતીકું કોણ એ હું નથી જાણતો,

મારા દરેક દિવસને હું ઝીંદાદીલ બનાવું છું,

મરતા મરતા કેમ જીવવું એ હું નથી જાણતો.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract