ઢંઢોળી જો
ઢંઢોળી જો
તારા મનને જરા ઢંઢોળી જો,
તારામાંથી જ તું મને ખોળી જો.
સુદામા કૃષ્ણને યાદ કરી જો,
પછી તું મિત્રતાને મૂલવી જો.
અશાંત મનને શાંત કરી જો,
તારા હોઠે મારુ નામ લાવી જો.
મન ખૂણે હલચલ મચે તો,
એકવાર સપનામાં મળી જો.
સંબંધોને ફરી તાજા કરી જો,
મિત્રતાની મહેક માણી જો.
તું તારા માટે થોડુક જીવી જો,
'તેજબિંદુ'ના તેજમાં રહી જો,