ધુમાડો
ધુમાડો
1 min
6.9K
ગામની ભાગોળે, આકાશે ધુમાડો ઉડે
ચોધાર આંસુએ, કોઈ બેઠું ઘરમાં રડે
ઉતરી નીચે દાદરો, તરત ફરીએ ચઢે,
કોઈની જીંદગીમાં જોવ હું, સંધ્યા ઢળે,
પણ આતો પ્રેમ! એ કોઈ દિ’પાછો પડે?
એ થયો ધુમાડો, મળતા એને કોણ નડે?
અગાશીએ આવે ઉડી, પવન સાથે લઢે,
નાર ઉભેલીને, ધુમાડો કને આવી અડે,
સાચો પ્રેમ, ધુમાડો થયા પછીયે ભળે.. ભળે... ભળે... અને ભળે... જ.