હા, પાડવી
હા, પાડવી
શામાટે સહુની 'હા'માં 'હા' મિલાવવી,
શું સ્વનું દિમાગ ગિરવે મૂક્યું છે?
'હા'માં 'હા', ન મિલાવો ને મૌન રહો.
શું તમે ઘેટાંના ટોળામાં જીવો છો?
હા, સાચું હોય તો 'ના' નહીં પાડવાની,
બકવાસને સંમતિ શામાટે આપવાની?
હું ખરી, હું કહું તે સાચું એ અહંકાર છે,
અહંકાર અને અહંકારીને સો સલામ છે.
પોતાના પગ પર ઊભા રહેતાં શીખ્યા,
શું યાદ છે એ દિવસો, કેવી રીતે થયું?
માત્ર સ્વાર્થ સાધવા ખાતર હા પાડવી,
ના પાડી ખોફની પાઘડી શીરે પહેરવી.
બસ હા, પાડતાં અને ના પાડતાં શીખો,
ન ફાવે તો સરળ ઉપાય મૌન રાખો.