Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

મારીએ છીએ,

મારીએ છીએ,

1 min
13.9K


બોટલ ધરીને બાળને ધાવણને મારીએ છીએ,
સાચું કહું તો આપણે આપણને મારીએ છીએ.

વિભિષણો નાભિ તરફ ચીંધ્યા કરે છે આંગળી,
પણ એ છતાં ક્યાં આપણે રાવણને મારીએ છીએ!

ભિક્ષા દઈને આપણે માગણને તારીએ છીએ?
ભિક્ષા દઈને આપણે માગણને મારીએ છીએ!

ખડકી દીધી છે હોટલો શું ગીરના જંગલ મહી!
સિંહોની સાથે આપણે સાસણને મારીએ છીએ.

'નિનાદ', કર્તા તો કદી આપણને ક્યાં દેખાય છે!
કારણ વગરના આપણે કારણને મારીએ છીએ.


Rate this content
Log in