Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

હરપળ ભીતર વરસાદ જેવું...

હરપળ ભીતર વરસાદ જેવું...

1 min
13.4K


હરપળ ભીતર વરસાદ જેવું લાગતું મને,
ભીની ભીની કો યાદ જેવું લાગતું મને.

બારી બધી ખૂલી ગઈ બસ એક ઝાપટે,
કો, પાડે મુજને સાદ જેવું લાગતું મને.

પતરાં ઉપર ટપ ટપ ટીપાં ને ધોધ શું પડે !
ત્યાં નાટકી સંવાદ જેવું લાગતું મને.

ચપટી પીછાંથી ખેરવે આકાશ વાદળી,
જળની ફળી મુરાદ જેવું લાગતું મને.

નક્કી નગરને ઝાડવે કરવત ફરી હશે,
એથી ભીતર વિષાદ જેવું લાગતું મને.

હાથે કરીને મેં ચણી નફરતની ભીંત જ્યાં,
ભીતર નર્યા વિખવાદ જેવું લાગતું મને.

મળતા ગયા છે શ્વાસ પણ ઉધાર ઉછીના,
એથી જીવન અપવાદ જેવું લાગતું મને.


Rate this content
Log in