Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

2  

Mukesh Dave

Others

પ્રચ્છન્ન યુવાની

પ્રચ્છન્ન યુવાની

1 min
6.8K


મારા મસ્તિષ્કના
છૂટાછવાયા
કેશપ્રદેશના શેઢે
અચાનક એક
શ્વેતકેશનું ઝૂંડ ઘૂસી આવ્યું
ને
મારી કાનભંભેરણી કરવા લાગ્યું
કે- "ઘડપણ ઓરૂં આવ્યું રે..." (૨)

હું થોડો
દશરથરાજા છું કે
તેની વાત માનું !
મેં ખીસ્સામાંથી
સટ્ટાક દઈને
અઢારમું વરસ કાઢ્યું.

હેબતાઈ ગયેલું
એ ધોળું ટોળું
ગોદરેજની હેરડાઈમાં કૂદી પડ્યું.

ડૂબકી ખાઈને;
કાળુંધબ્બ થઈને;
બહાર આવતાં કહે-
"રંગ છે પ્રચ્છન્ન યુવાનીને."


Rate this content
Log in