Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વિદાઈ
વિદાઈ
★★★★★

© Kiran shah

Others

1 Minutes   6.5K    3


Content Ranking

કરો ગણેશ સ્થાપના ને કરો વંદના,
આજ મંગળગીતો ગવરાવોરે
આજ આવ્યો રુડો અવસર આગણે રે..
મંડપ ને ફૂલહાર થી સજાવો રે.
આજ રુડા માંડવડા રોપાવો રે,
આજ લાડકવાઈ અમારા ઘરની વિદાય લેશે..
આજ દાદા દાદીની લાડલી દુલ્હન બની જાશે રે.
માત પિતા ની દુલારી આજે પરાયી થઈ જાશે રે.
આજ તે ભાઈ બ્હેનનો સાથ ને પ્રીત છોડી સ્વગૃહે જાશે રે.
આતે કેવો રિવાજ?
આજતે ચાર ફેરા ફરતા...
કાજલ તે હવે અમારી મટી જશે?
ગુડીયા મારી લાડલી બેની અંતરંગ સહેલી મારી.
માસુમ શી સુરત સૌન્દર્યની મુરત બની...
જાજરમાન લાગે, નજરના લાગે લાડલી...
નજર તારી ઉતારી લઉં..
આજ તને હેતભર્યા હૈયે સ્વગૃહે વળાવી દઉં.
અંતરના આશિષ...
સુખી થા કર સૌને સુખી, અર્પી દઉં
બેની તને દિલમાં કૈદ કરી
આજ હવે વિદાય આપી દઉં...

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..