Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mayurkumar Jethava

Others

3  

Mayurkumar Jethava

Others

મુલાકાત

મુલાકાત

1 min
6.7K


અહીં રોજ કોઈની મુલાકાત ચોક્કસ થાય છે,
કોઇ ઘડી બેઘડી તો કોઇ હંમેશ માટે હ્રદયમાં વસી જાય છે,
કોઈક યાદ રહી જાય તો કોઈક પોતે એક યાદ બની જાય છે.
અહીં રોજ કોઈની મુલાકાત ચોક્કસ થાય છે....

વાત વાતમાં કોઈ અજાણ્યું પણ ખાસ થઈ જાય છે,
કોરી રજાઇમા એ પ્રેમની શાહીથી ઘણું છાપીને જાય છે,
રોજ ધોઇને સુકવું છું સંબંધોની એ રજાઇને,
પણ એના રંગ બેરંગી દાઘ કાયમ રહી જાય છે.
અહીં રોજ કોઈની મુલાકાત ચોક્કસ થાય છે....

કાલે મળશું એમ કહી ન જાણે એ ક્યાં ખોવાઈ જાય છે..?
ભવિષ્યની લાલચ આપતા એ ભૂતકાળ બની જાય છે,
"જીવતા રહીશુ તો મળીશુ દોસ્ત"
આવી અસહ્ય ધમકી એ હસતા ચેહરે આપીને જાય છે.
અહીં રોજ કોઈની મુલાકાત ચોક્કસ થાય છે....

 
ભાગદોડનું આ જીવન હવે તો નીરસ થતું જાય છે,
રૂપિયા કમાવા બેસુ ત્યાં અમુલ્ય સંબંધો ખર્ચાય જાય છે,
"મળવુ છે સાહેબ પણ મળી શકાતું નથી."
આવી દલીલો કરતા-કરતા રોજ દિવસો જાય પસાર થાય છે.
અહીં રોજ કોઈની મુલાકાત ચોક્કસ થાય છે....


Rate this content
Log in