Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વહેંચી દે
વહેંચી દે
★★★★★

© Hanif Sahil

Tragedy Inspirational

1 Minutes   13.7K    3


Content Ranking

મિલનની કોઈ પણ સંભાવનામાં વહેંચી દે,

તું કોઈ રીતે મને ઝંખનામાં વહેંચી દે.

મેં અંધકારને પીધો છે, ખૂબ પીધો છે,

કે સૂર્ય જેવી કોઈ ધારણામાં વહેંચી દે.

આ જડ પદાર્થમાં ય ચેતના ખીલી ઉઠે

છલકતી જાય જે એવી સુરામાં વહેંચી દે

તણાતો જાઉં છું કોઈ અકળ પ્રવાહ વિશે

તું એને વાંચના કે વાસનામાં વહેંચી દે

અજાણ્યા દેશનો એકલ પ્રવાસી છું, તું મને,

ગમે તે રાહ, ગમે તે દિશામાં વહેંચી દે.

આ મારા લોહીમાં સંદર્ભ શાનો થરકે છે,

તું નામ આપ અને નામનામાં વહેંચી દે.

ગઝલના જેવી આ ઈચ્છા જે ટળવળે છે હનીફ,

સફેદ કાગઝી સંવેદનામાં વહેંચી દે.

મિલન ઝંખના હનીફ સંવેદના ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..