યાદ આવે
યાદ આવે
ક્યારેક એવું પણ થશે, તને મારી યાદ આવે,
પણ, સમય વીતી ગયો હશે અને યાદ આવે..
મને મળવાનું થશે મન, તને એવું યાદ આવે,
શોધીશ મને પણ, નથી હું પ્રત્યક્ષ એવું યાદ આવે,
હશે લાલસા મને પામવાની ક્યાંક એવું યાદ આવે,
વહેતા થશે આંસુ ત્યાં, જ્યારે મારી યાદ આવે,
પળવાર મને જોવા નજરમાં કેવું યાદ આવે,
ખામોશ બનીને રહી જવાની એવું યાદ આવે,
રહી જશો ખોવાઈને રસ્તે તોય નહિ યાદ આવે,
બોલાવશે કોઈ બીજુંને ત્યાં મારી જ યાદ આવે,
ભરી લઈશ નારાજગી થોડીવારે કેમ યાદ આવે,
આવી છે પ્રીત તારી કારણ, મને તારી યાદ આવે..!