Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઓ સૂરજ
ઓ સૂરજ
★★★★★

© Vipul Patel

Others

1 Minutes   6.7K    6


Content Ranking

ઓ સૂરજ તારી સાથે પ્રેમ થઈ ગયો છે
તારી જેમ વેહલા ઉગવાનો મને વ્હેમ થઈ ગયો છે.
 
ઓ સૂરજ...
 
એ વહેલી પરોઢે આવવાનું તારું
ને મારી પ્રેમિકાને મળવાનું સંગાથે થાય છે,
એ આંખોમાં આશાઓ લઇ ઉડવાનો
પેહલા કિરણ સમ મારોય નિયમ થઈ ગયો છે
 
ઓ સૂરજ...
 
એ તારું કિરણનું ફેલાવવું ગમે છે મને,
ને એનું બાહોનું લહેરાવવું સંગાથે થાય છે,
એ મનડાની ઊર્મિઓ લઇ ફરવાનો
ને હેમને હાથોથી અડવાનો ક્રમ થઈ ગયો છે
 
ઓ સૂરજ...
 
એ આકાશે તારું ચાલવાનું યાદ છે મને
ને હાથોમાં હાથ નાખવાનું સંગાથે થાય છે,
એ સ્પર્શોની લાગણીઓ લઇ મારવાનો
એ કોમળતામાં પાડવાના સમ થઈ ગયો છે
 
ઓ સૂરજ...
 
એ તપવું ને રિસાવું એ ઠરવું ને માનવું ભાવે છે મને
ને એક એક વાતોમાં સરખાવવાનું સંગાથે થાય છે,
એ ભાવો ને જોઈ ઈચ્છાતો એવી થાય કે
બંનેના પ્રેમનો મને અગમ-નિગમ થઈ ગયો છે.
 
ઓ સૂરજ...

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..