Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Viraj Solanki

Classics Others

4  

Viraj Solanki

Classics Others

મૂંઝવણમાં

મૂંઝવણમાં

1 min
20.1K


છું હું મૂંઝવણમાં, વાંચીને દેશ નો ઈતિહાસ ;

કરું પ્રેમ  સંસ્કૃતિને  કે ઉડવું  એની હાસ ?

કરું છું હું વિશ્વાસ, મતિવિહીન ગ્રંથો-વેદ-વાણીમાં;

જ્યાં કપિઓ આવે મદદે ને પથ્થરો તરે પાણીમાં.

તો હું ગર્વ પણ કરું છું જ્ઞાનસભર ચરકસંહિતા-આર્યભટ્ટીનો;

મહાન આ ગ્રંથ તબીબીશાસ્ત્રનો ને ઉલ્લેખ જેમાં શૂન્યનો.

કરું છું હું વિશ્વાસ, જ્યાં પવનને પણ હોય સૂત ;

ધગધગતા સૂર્યને પણ આરોગવા સમર્થ એવા સપૂત.

તો હું ગર્વ પણ કરું છું બ્રહ્મગુપ્ત, ભાસ્કર, વરાહમિહિરનો;

જેમની સચોટ ગણતરીઓ ગ્રહણની ને ઉલ્લેખ પૃથ્વીના પથનો.

કરું  છું  હું  યાદ  અપમાનો એકલવ્ય-કરણના;

અનુભવો કડવાએ, અસમાનતા-જાતિ-વરણના.

તો સ્મૃતિ પણ કરું હું ઉજ્જૈન, તક્ષશિલા, નાલંદાની;

આવકારે જે વિશ્વભરને, નીકળ્યા છે જે શોધમાં જ્ઞાનની .

ભળી   ગયું  છે  દૂધમાં  પાણી,  એ  પણ  ગટર  નું;

હું કેવો આંધળો અનુયાયી, કરું છું અનુકરણ, અનુકરણનું.


Rate this content
Log in

More gujarati poem from Viraj Solanki