Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

nisha yadav

Others

3  

nisha yadav

Others

માં ની વ્યથા

માં ની વ્યથા

1 min
11.7K


આપી ઉપનામ, વિશેષતા, ખૂબ ઊંચા જઝબાત,

બધા એ કહી સરળતાથી પોતાની વાત !


નથી માંગતી ઇશ્વરનું બીરૂદ, ના સ્વર્ગનું સમ્માન,

તુજ સાથે રહું પળવાર, તો થાય મારા ત્યોહાર !


હારે તું જ્યારે જગતથી, બનુ હું તારી મઝધાર,

થવું કૃષ્ણ જેમ સારથી, આપું યશોદા જેવો પ્યાર !


ગુસ્સો તારો પ્રેમ સમજુ,વ્હાલા તું મુજનો થવીકાર,

આજે ખોળો મારો સુનો, તરસે પ્રેમરૂપી ધબકાર !


તુજ માટે ખોયા સપના, શું કરુ તને આભાર ?

ખુશ રહે તું જગ મા, રાત-દિ'એ આંખો નો છવીકાર !


આંગળી પકડીને શીખવી તને, સમયે ટેકે તો માન્યે સંસ્કાર,

રામનું ઉત્તમ રૂપ તો નહીં, બનજે મારી છાયાનો આસાર !


 ભાર સમજી તિરસ્કાર નહીં, વ્હાલથી કરજે થોડી દરકાર,

 સ્વર્ગ જતા જનની કરે અભિમાન, પૂર્ણ કરયુ માત્તૃ અવતાર !


Rate this content
Log in