Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

પછી શું હોઈ શકે?

પછી શું હોઈ શકે?

1 min
1.4K


હવે કશું બાકી નથી જ્યાંથી શરુ થઈ શકે
એક ચાહતનો આવો ના અંત હોઈ શકે.

કુદરતની તે આ કેવી મજાક હોઈ શકે!
સાંજ થાય પહેલા જ રાત થઈ શકે?

પળેપળનો હજી હિસાબ બાકી હોઈ શકે!
સાવ ખુલ્લાબજારે આમ ઉધારી હોઈ શકે?

પૂર્વના જનમવાળી જરૂર સખાવત હોઈ શકે!
નહિ તો આ જનમમાં આવી અદાવત હોઈ શકે?

દર્પણ ને ચેહરો બદલવાની જરૂર હોઈ શકે!
પડછાયાને તે કદી ઓગળવાની સજા હોઈ શકે?

સાતેય સમુદ્ર વિરહમાં તારા ઓછા પડી શકે!
અફાટ રણને તે કદી કિનારા હોઈ શકે?

મારામાં એકલા રહેવાનું ભારે હોઈ શકે!
પ્રેમમાં તારા ઓગળ્યા પછી શું હોઈ શકે?


Rate this content
Log in