Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nishant Varma

Romance Others

3  

Nishant Varma

Romance Others

કોણ જોશે?

કોણ જોશે?

1 min
6.5K


જીવનની પ્રલંબિત સફર કોણ જોશે?

વસંતો પછી પાનખર કોણ જોશે?

હવે તારું લાવણ્ય પણ ફિક્કું ફિક્કું,

આ ઢળતી નજરની અસર કોણ જોશે?

સમય સાથે બદલાશે પુષ્પોની રંગત,

આ ખીલવું, આ ખરવું મગર કોણ જોશે?

છે અમને તો પીવામાં રસ માત્ર સાકી!

તું આપે સુરા કે ઝહર કોણ જોશે?

આ રસ્તો, ક્ગલી ને ઝરૂખા છે સૂના,

હવે રાહ આઠે પ્રહાર કોણ જોશે?

હવે માત્ર વેરણ વેરાન વેરાન,

હતું શહેરમાં મારું ઘર કોણ જોશે?

હવે આવશે કોઈ લઈ પુષ્પગુચ્છો,

હવે જર્જરિત આ કબર કોણ જોશે?

હનીફ આ વિરહ રાત છે ભાગ્ય તારું,

અગર વીતશે, પણ સહર કોણ જોશે? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance