Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Madhavi Ashra

Inspirational Classics

3.5  

Madhavi Ashra

Inspirational Classics

ઝલક

ઝલક

1 min
20.1K


એમનીય ઝલક પામવા મથી રહી છું હું એકલી,

થઈ નારાજ જિંદગીથી હું આમ જ જીવી રહી છું.

સફર હતી જેની સાથે ઉમ્રભર ચાલવાની એમ,

થઈ શરૂઆત હવે શરીર લઈ જીવી રહી છું.

કયાં નથી હોતા આ પડછાયા મુજ સંગાથે,

થઈ વિખૂટી તેનાથી હવે ખુદમાં જીવી રહી છું.

ચાલ ને હું પણ રાહ જોઈ લઉં તેની એક પળ,

કોઈની રાહબર બની હવે જીવી રહી છું.

કહેતા મને ઘણુય આ પર્વતો નિરવ ઘોંઘાટમાં,

નદીના શાંત પ્રવાહે અવિરત વહી રહી છું.

આકાશ ને ધરતીની ગોદમાં પામી હું તુજ ને,

થઈ માધવની ‘માધવી’ બંસીના સૂરે નાંચી રહી છું. 


Rate this content
Log in