ક્યારે મળીશ
ક્યારે મળીશ
હવે તું ક્યારે મળીશ મને
તને મળ્યાને વર્ષો થયા.
તું ક્યાં હશે એવા વિચારમાં
મારા દિવસો ગયા અને
આમ જીંદગી જીવી ગયા.
હર વર્ષે પૂર્ણ થતાં
કેલેન્ડર નું છેલ્લું પાનું
પણ ફાટતું રહ્યું ને,
મારી જીંદગીનું છેલ્લું પાનું,
પણ ફાટી જશે ત્યારે પણ,
દિલમાં એક સવાલ ઉઠશે
હવે તું ક્યારે મળીશ મને?