Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Uday Bhatt

Inspirational

2  

Uday Bhatt

Inspirational

એ મનડા

એ મનડા

1 min
7.2K


એ મનડા,
લખ ચોરાસી ફેરા કીધા,
ભવસાગરમાં ડેરા દીધા,
કેમ રે સમજવું તને મનડા,
મોહ-માયાના તેડા લીધા,
ઘેલું લાગ્યું તને આ કેવું,
જર જમીન ને જોરું કેરું,
સળગે ચૂલો ને અંતે રાખ,
ભલે હો તું રાજા કે રાંક,
છે પંચભૂત કેરી વાતલડી,
આ તો ઢેફા માંહી ખેતલડી,
ભગતી મારગ હાલ "પથીક" તું,
ચલતી ચાખડ ચાલ ફકીર તું.


Rate this content
Log in