Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purvi Desai

Others

2  

Purvi Desai

Others

હું છું, વરસાદ છે

હું છું, વરસાદ છે

1 min
6.8K


હું છું, વરસાદ છે, ખુલ્લી-ફટાક બારી છે,
ટોડલેથી આજે તારી યાદને ઊતારી છે.
 
હમણા જ કોક સડસડાટ નીકળ્યું છે આરપાર,
કાનમાં કહે છે ચાંદ, આજે રાત ભારી છે.
 
મૌન ઉભડક ગોઠવાયું ભીંતનો ટેકો લઈ,
શબ્દોની ચોટ છે, ને ચોટ બહુ કરારી છે.
 
શ્વેત મક્તા, શ્વેત મત્લા, શ્વેત સઘળા છંદ પ્રાસ,
ચાંદનીમાં ધોઈને ગઝલ આ નિતારી છે.
 
'તું હતો' કે 'તું હશે'  કે 'તું' હોવાની વાતને,
ક્ષણ સુધી, વર્ષો સુધી, સદીઓ સુધી મેં ધારી છે.
 
ને પછી હું આગનો ભડકો, ને તું રિમઝીમ હશે,
સારી છે આ વાર્તા, સાચે જ બહુ સારી છે.


Rate this content
Log in