Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Inspirational

3  

Jaydip Bharoliya

Inspirational

બંંધ કર

બંંધ કર

1 min
165


કરેલાં કર્મને ખોળવાનું બંધ કર,

ફાલતું વાતોને છંછેડવાનું બંધ કર,


થઈ જા તૈયાર, મંઝિલ હવે સામે છે,

આમ રાહથી ભટકવાનું બંધ કર,


કરીને કર્મ હવે થોડો વ્યસ્ત થઈ જા,

રોજ બીજાને નડવાનું બંધ કર,


રાહ અધુરી એમજ થોડી કાંઈ રહે છે,

રસ્તો શોધીને વચ્ચે અટકવાનું બંધ કર,


હા, દુનિયા છે ભોળી, પણ થોડે સુધી,

આમ અજાણ થઈને છેતરવાનું બંધ કર,


બહું કર્યા કપટ તે લોકો જોડે,

હવે મીઠું મલકવાનું બંધ કર,


સાંભળ્યું ને જોયેલું ખોટુંયે હોય છે,

ખોટી અફવાઓ પાછળ મથવાનું બંધ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational