"એ સૌથી આગળ હોય છે."
"એ સૌથી આગળ હોય છે."
સરહદે ઊભો એકલો એ ત્યાં સૌથી આગળ હોય છે,
દેશનાં નામે ફના થવામાં એ સૌથી આગળ હોય છે.
ઘર,ઉંબર ને પરિવાર એના દેશપ્રેમે સમર્પિત હોય છે,
ઘરને રડતું મૂકી પાછળ,શહીદ એ સૌથી આગળ હોય છે.
છાતી એની ગર્વથી ફૂલેલી ગોળીએ વીંધાતી હોય છે,
વળતી વેળા તિરંગે વીંટળાયેલી એ સૌથી આગળ હોય છે.
દેશ એનો રાતે નીંદર કરે મજાની એવી એની નેમ હોય છે,
સરહદે જાગતો,ધ્રૂજતો ને શેકાતો એ સૌથી આગળ હોય છે.
હોળી,દિવાળી,ઈદ કે તહેવાર બધા એને સરખા જ હોય છે,
ફટાકડાને નામે ગોળી ને બંદૂક એના સૌથી આગળ હોય છે.
ના કદી એ દેશની ચોરે ને ચૌટે ચાય પે ચર્ચા કરતો હોય છે,
સામી છાતીએ બસ ગોળી ઝીલવામાં એ સૌથી આગળ હોય છે.
દેશમાં એક સલામ એને ભરવાને કાજ હાથ હવે ઉઠતા હોય છે,
માં ભોમની રક્ષા કાજે ફના થવામાં એ જ સૌથી આગળ હોય છે.