Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dhaval Suthar

Inspirational

2  

Dhaval Suthar

Inspirational

તો શું ફેર પડશે?

તો શું ફેર પડશે?

1 min
6.6K


એક ક્ષણમાં બધું જ પામી જવું એકી સાથે,
એવી ક્ષણ ના પણ મળે તો શું ફેર પડશે?
 
આંખો ઝંખ્યા કરે એ મૃગજળ સમી જિંદગી,
છે નજર સામે એ જ જીવાશે તો શું ફેર પડશે?
 
એક પૂરી ના થઈ ત્યાં જન્મે બીજી એષ્ણા
જન્મદિન એનો નઈ ઉજવે તો શું ફેર પડશે ?
 
ઝાકમઝોળથી અંજાઈ ને શણગારે જિંદગી
એકાદ મોતી ઓછું હશે તો શું ફેર પડશે?
 
જ્યાં મળે ત્યાં મતલબ નીકળે જુદા જુદા
થોડું એમનેમ મળી લઈશ તો શું ફેર પડશે?
 
દોડે, હાંફે, થાકે ને ફરી દોડે! ન કશા પાછળ
બધામાં થોડું જીવી લઈશ તો શું ફેર પડશે?
 
 
 


Rate this content
Log in