Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Inspirational

5.0  

Gunvant Upadhyay

Inspirational

ચોળીએ તમાકુ

ચોળીએ તમાકુ

1 min
20.4K


બોઝિલ અતીવ પળમાં લો; ચોળીએ તમાકુ;

નિ:શબ્દ આ પળોમાં ક્યો અર્થ નમણો તાકું?

નિ:શબ્દ જળનું વહેવું ક્યાં સાંભળ્યું કદી યે--

કાંઠે ઊભો રહીને હું રોજ રોજ થાકું !

શ્વાસો; સમયની વચ્ચે જામી છે હોડ એવી--

જે નીકળે છે આગળ એનાથી પડતું વાંકું !

બહેરા અને મૂંગા રહી સૂરજના સ્વપ્ન જોતાં--

અંધત્વની અવસ્થા ભટકાય જાય ડાકુ !

રસ્તો વટાવે પગલાં એ છે ગણિત જૂનું--

પગમાં જ સઘળું ઝંખે છે સોયનું ય નાકું !

કોને જઈ મળીએ કોને જવાબ દઈએ?

થઈ જાત સાથે ડઠ્ઠર કરવાનું સ્હેજ પાકું !

ઝીણી નજર કરી તો આંખોને ઓળખું છું--

શબ્દોને ચાવી જઈને ક્હું છું કે દૂર ઝાંકું 


Rate this content
Log in