Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Thriller

3  

Margi Patel

Thriller

એ જ છે સમય

એ જ છે સમય

1 min
448


કેવો છે આ સમય, કોનો છે આ સમય, 

પળમાં હસાવે ને પળમાં રડાવે એ જ છે સમય... 


જકડી રાખવાથી નથી પકડાતો એવો છે આ સમય, 

આંખના ઝપકારની સાથે છુમંતર થાય એ જ છે સમય... 


બદલાય છે કાચીંડાના રંગ જેવો એવો છે આ સમય, 

હાલ તમારો છે તો કાલે કોઈનો એ જ છે સમય... 


રચે નવો નવો ઇતિહાસ દરરોજ એવો છે આ સમય, 

પવનનાં જેમ પલટાય એક સેકન્ડમાં એ જ છે સમય... 


બને નવા મિત્ર ને શત્રુ, અપાવે સુખ ને દુઃખ એવો છે આ સમય, 

સન્માન, પ્રતિષ્ઠા પણ અપાવે એ જ ક્ષણમાં એ જ છે સમય... 


માનવીને બનાવે કઠપૂતળી એવો છે આ સમય, 

રમાડે ઘણા ખેલ એક જ જીવનમાં એ જ છે સમય... 


થાય અનુભૂતિ કે ચાલ્યો હવે એવો છે આ સમય, 

ભાન આવે એના પહેલા જ ગાયબ થઈ જાય એ જ છે સમય... 


છે અણધાર્યો મહેમાન ક્યારેય પણ આવે આંગણે એવો છે આ સમય, 

મરાય પળ પળ, ના માંગે કોઈ પાણી પણ એ જ છે સમય...


Rate this content
Log in