Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational Others

3  

Umesh Tamse

Inspirational Others

વરસાદ વરસે છે જુઓ

વરસાદ વરસે છે જુઓ

1 min
414


પૂર્ણ થઈ સૌની સબર, વરસાદ વરસે છે જુઓ, 

કરજો ઈશ્વરની કદર, વરસાદ વરસે છે જુઓ. 


ધોમધખતા તાપમાં લોકો થયા હેરાન બહુ,

થઈ હવે ઠંડી લહર, વરસાદ વરસે છે જુઓ. 


જિંદગી  ખેડૂતની  બદલાઇ જાશે આજથી, 

આપે છે વાદળ ખબર, વરસાદ વરસે છે જુઓ. 


વીજળી ચમકી રહી છે નભમાં આજે પ્રેમથી, 

મ્હેકી જાશે આ નગર, વરસાદ વરસે છે જુઓ. 


માનવીની લાગણી સ્વીકારી લીધી વાદળે, 

ભીતરે થઇ છે અસર, વરસાદ વરસે છે જુઓ. 


ખૂબસૂરત લાગે છે વાતાવરણ 'ધબકાર'ને, 

નાચવા લાગ્યું જીગર, વરસાદ વરસે છે જુઓ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational