Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Gurjar

Others

4.9  

Deep Gurjar

Others

છેતરામણ

છેતરામણ

1 min
580


ઘણો છેતરાયો આ જગતમાં હું,

ઘણો બદલાયો, ઘણો પરખાયો,

જાણે ખબર નથી મને,

કે બધા કાળા માથાના જ હોવા છતાં,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


અલક મલકની વાતોની એ તાજગી,

ઘણા સબંધોને તિરાડ આપી જાય છે,

ક્યાંક મીઠાશ રૂપી શબ્દો મળ્યા,

ક્યાંક કડવાસ રૂપી શિખામણો,

ક્યાંક રૌદ્ર સ્વરૂપી ટોણાઓ,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


ઘણા કામને સરળ માની પૂરું કરવાની શરૂઆત કરી,

આવ્યા વચ્ચે મારી પરવાહ કરવાવાળા,

સુલભ શરૂઆત.

ને કાળ રૂપી અંત સુધી પણ ના પહોંચવા દીધું,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


રૌદ્ર સ્વરૂપ એવા જગતના બાપથી પણ ના ડરતા,

આ કાળા કેશ ધરાવનાર માનવીથી,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


દરરોજ દિલાસો આપી જતા,

આ ઢોંગી લોકો ક્યારે મુસીબત સમયે,

ગાયબ થઈ ગયા ખબર જ ના રહી,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


મિત્ર રૂપી વાત્સલ્ય પણ,

ક્યારેક સુખમાં દુશ્મન બન્યું,

ઈર્ષ્યાના વંટોળમાં આંટીવાંટીથી ઘુંચાયો,

ટીકાઓની લહેરો વચ્ચે ઝડપાયો,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


રંગ બેરંગી લોકોના આશીર્વચન,

સુખની લાલચે તડપ્યો,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


માનરૂપી વખાણોના મોજા વચ્ચે,

ઘણાએ પોતાનો કર્યો મને,

ખરેખર, ઘણો છેતરાયો આ જગતમાં હું,


સૂરીલી વાગતી વાંસળીની કિનારી પર બેસાડ્યો,

પરંતુ, આગળ છેદમાંથી નીકળતા અવાજ ના બહાને,

લાલચે બેસાડી ખાડામાં ધકેલ્યો,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


મર્મ અમર્મના મોજા વચ્ચે ગૂંથાઈ ગયો,

સબંધોના પોટલાઓ સાંભળવા સપડાઈ ગયો,

ઘણો છેતરાયો આ જગતમાં હું.


ઓળખ્યો ઘણાને, અજાણીતો પણ બન્યો,

પરંતુ મારું બધું જ આપીને,

છેવટે તો ઘણો છેતરાયો આ જગતમાં હું.


Rate this content
Log in