Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Bhatt

Romance

2  

Priti Bhatt

Romance

પ્રીત

પ્રીત

1 min
1.6K


વાસંતી આજ વાયે વાયરો કોનો ઇશારો છે;
નથી પ્રીતમ છતાં મૃગજળ સમા એના વિચારો છે.

કથામાં શું મજાનું છે, જો એ પૂછે તો હું કહું છું;
"મિલન એ પણ તમારૂં છે.. વિરહ એ પણ તમારો છે."

ન કર કલરવ મનન કાજે દિલે કેવી તૃષા જાગી
સકળ ઘટના વસી હૈયે વ્યથાનાં આ પ્રહારો છે.

ચમનમાં ના રહી ફોરમ છતાં ગુલઝાર લાગે છે;    છે કરમાયા ફૂલો, તો પણ બધે શાની બહારો છે!!

પ્રણય ના રંગ કાજે આમ દિલ લાચાર લાગે છે; મનોમન આમ કેવો 'પ્રીત'નો જો ને સહારો છે.

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance