Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Bhrambhatt

Others

3  

Harsh Bhrambhatt

Others

બારણું

બારણું

1 min
13.9K


આ આપણી વચ્ચે ઊઘડતું બારણું 
કાં લાગતું ગઈ કાલનું સંભારણું ?

ઇમેઇલ તો હું મોકલું છું બ્લેન્ક પણ
વાંચી શકે તો વાંચ તું ખાલીપણું

લે આંખ મીંચી મૌન હું ઊભો રહ્યો 
છે ક્યાં હવે મારાપણું-તારાપણું ?

આકાશમાં થીજી ગયો છે સૂર્ય પણ
ને જાત જાણે ઓલવાતું તાપણું

આ શ્વાસ છે, તે શ્વાસ ની ચાદર વણું 
હોવું, ન હોવું ક્યાં કશું છે આપણું ?


Rate this content
Log in