Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni "Bandgi"

Inspirational Others Children

4.5  

Tirth Soni "Bandgi"

Inspirational Others Children

મારું ઘર

મારું ઘર

1 min
180


જયાં પહોંચો ને હૈયે થાય હાશ,

મળે પગ મૂકતા શાંતિનો શ્વાસ,

એ મારું મકાન નહીં, ઘર છે ખાસ...


થાકેલા ને દાદર ચઢવાના સાત,

મળે હેમાળે પહોંચ્યાનો અહેસાસ,

પહોંચતા જ પોતીકા માંડે વાત,

એ મારું મકાન નહીં, ઘર છે ખાસ...


લાગણીઓથી લીપેલ છે ભીંતો,

પ્રેમની સોડમથી મહેકે બધી ઈંટો,

છવાય સૂનકાર, જો ન હો કો' પાસ,

એ મારું મકાન નહીં, ઘર છે ખાસ...


દાદી કરે જાપ, ને દાદા ફિલ્મી ગીત ભણે,

થોડા ઠામ ખખડે, બે ભાઈ બથ ભીડે,

ને પપ્પાનાં પધારતા, બધા બને ચૂપચાપ,

એ મારું મકાન નહીં, ઘર છે ખાસ...


કોઈ ફરિયાદ કરે, કોઈ કજિયા કરે,

કોઈ ડરથી ગ્રસે ખૂણો વિના અવાજ,

વ્હાલ, રોષ, રુદન સમ ભાવનો ભંડાર,

એ મારું મકાન નહીં, ઘર છે ખાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational