મરી ના શકો
મરી ના શકો
1 min
6.9K
એ આંગણે પાછા ફરીના શકો
મર્યા પછી પાછા મરીના શકો
મદડા થયા ઉભા અગન બાગમાં
ને આગમાં આજે તરીના શકો
જ્ઞાની થવા ખોલ્યા તમે વેદ પણ
પણ જ્ઞાનને તો કોતરીના શકો
થઈ બાદબાકી જિંદગીમાં હવે
મરવા ગયા તો પણ મરીના શકો
તું એટલો તો દૂર કાં છો "રહીશ"
પણ દિલથી જુદા કરીના શકો