Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

જળ એ જીવન છે

જળ એ જીવન છે

1 min
13.8K


જળ એ જીવન છે,

ધરતીનું મન છે,.

હરદમ ચમકતું એ તો ધરતીનું તન છે.


વૃક્ષ વેલના એના રૂપ છે અનોખાં,

ફળ ફૂલ કેરાં એના રૂપ છે અનોખાં.

રંગતને ખૂશ્બુ એનો જિંદગીનો સાગર છે.

જળ એ જીવન છે ...


ધાવી લ્યો મીઠાં આ ધરતીના ધાવણ રે

ખેલી લ્યો ફાગ એના રંગીલા પાલવ રે,

જીવનની એકલતામાં ભીનો ભીનો શ્વાસ છે.

જળ એ જીવન છે.....


ઝરણાં નો લય છે,રોશનીની ચાલ છે,.

દેવોનું દીધેલું એ અભય વરદાન છે,

જગની એકલતાની ભીની ભીની આશ છે.

જળ એ જીવન છે....


જિંદગીનું સ્વર્ગ છે એ વેદને પુરાણ છે,

શ્વાસોમાં રમતી એ તો જીવતી કુરાન છે,

રોજે પીવાતી એ તો જીવતી ઋચાઓ છે.

જળ એ જીવન છે રે, જળ એ જીવન છે.


Rate this content
Log in