Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Divya Bhanushali

Inspirational

2  

Divya Bhanushali

Inspirational

આ હું જ ?

આ હું જ ?

1 min
6.9K


રોજ જોતી હતી આયનો

આજે કેમ કંઈક ખાસ છે,

એ જ ચહેરો ને એ જ હૃદય

છતાં મનમાં આજે કેમ મોકળાશ છે!

 

પ્રેમ તો વર્ષો પહેલાં થયો હતો

પણ, આજે હૃદયમાં કેમ ભીનાશ છે!

ન કોઈ વાતનો રંજ,  ન કોઈથી ફરિયાદ

આજે હૃદય જાણે સાગરની જેમ વિશાળ છે.

 

ચહેરો તો રોજ જોતી ને શણગાર કરતી

પણ આજે કેમ અલગ રોમાંચ છે!

શું આ હું જ છું? કે કોઈ બીજું?

આયનામાં આ કોણ અજાણ છે .

 

દુનિયાની ભીડ ને શોરબકોરમાં

સ્વને મળવાનો સમય જ ન મળ્યો

આજે પોતાની જાતને નિરાંતે જોઈ ને મળી

ત્યારે સમજાયું કે આ બીજું કોઈ નથી

પણ ’સ્વ’નો જ પ્રભાવ છે

 

 


Rate this content
Log in