Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

સવાર

સવાર

1 min
7.9K


સવારનું હુફાળું આગમન.
સૂર્યના સોનેરી કિરણો,
સપ્તઅશ્ર્વારુઢ અરુણોદય.
કિરણોની સવારી કરતીધૂપ,
આવી તારી યાદોના બારણા ખટખટાવતી,
પક્ષીઓનો કલશોર.. જાણે મીઠું સંગીત.
મંદિરનો ઘંટારવ, મધુર નાદથી ગુંજતી સવાર.
તારા શ્ર્વાસોની સુગંધથી મહેકતી,
તરોતાજગીથી ભરી શુભ મંગલનો સંદેશો પ્રસરાવતી,
મારા શમણાંની સવાર.
શુભ સ્નોહિલ તારી યાદોને
લઈ આવતી સવાર.
તું હંમેશા સાથે છે યાદ કરાવતી.
ચાની ચુસ્કીને...
વરંડા ના હિંચકે ઝુલતી સવાર.
તુલસીકયારે ઘીનો દીવો,
ને ધુપની મહેંક પ્રસરાવતી સવાર.
સીડી પ્લેયરના ધીમા સૂરમાં સૂર પુરાવતી સવાર.
તારા વગર પણ સતત સાથે,
જીવતી મારી સવાર.


Rate this content
Log in