Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

કંઈ પણ નથી...ગઝલ

કંઈ પણ નથી...ગઝલ

1 min
13K


કંઇ પણ નથી ભલેને એને ઉમંગ જેવું,

આ મન ઉડ્યા કરે છે તોયે પતંગ જેવું.

કોના ખયાલમાં તું ગુમ ક્યાં થશે હજી પણ, 

સ્મરણોનું હોય છે શું વિધવિધ રંગ જેવું. 

પથ્થર સમાન કંકર પડતાં રહે સતત,

ને સરવરની જેમ ઉઠે મનમાં તરંગ જેવું. 

ઊડ્યા કરે છે એમ જ પછડાય છે ધરા પર, 

છે આપણું આ જીવન દોરીના સંગ જેવું. 

ક્યારેક જાય રીઝી ક્યારેક જાય ખિઝી, 

મનનું ન કાંઈ નક્કી, મન છે અઠંગ જેવું. 

પોતાની જાત સાથે લડવું પડે છે કાયમ, 

જીવન છે આમ જાણે કોઈક જંગ જેવું. 

પીસાય જાય તો પણ એ સાથમાં રહે છે, 

'ફોરમ'નું હોય છે એ ફૂલોના સંગ જેવું.


Rate this content
Log in