Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Others

4  

Gopal Dhakan

Others

ફોન લઈને બેઠાં છે

ફોન લઈને બેઠાં છે

1 min
288


બા'ર વાદળ વરસે છે, એ ફોન લઈને બેઠાં છે,

આંખે પાંપણ તરસે છે, એ ફોન લઈને બેઠાં છે.


બાર ગાઉ ચાલે છે, પણ ઘર મહીં જે હાફે છે.

શ્વાસ મારા લપસે છે, એ ફોન લઈને બેઠાં છે.


એક સામટુ વરસ્યું'તું લાગણીનું પાણી જે,

કટકે કટકે ખરચે છે, એ ફોન લઈને બેઠાં છે.


સાંભળો તો વાત હૈયાની ઘડીભર થોભીને;

થોડું થોડું કણસે છે, એ ફોન લઈને બેઠાં છે.


વાત સૌ કોઈ સભામાં ખંખેરીને ઉઠો તો,

ના કે'વાની શરતે છે, એ ફોન લઈને બેઠાં છે.


Rate this content
Log in